Posted Date & Time: 2025-02-12 12:15:38
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશનસ એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૧૧-૦૨-૨૦૨૫ નાં રોજ અંતિમ વર્ષ બી.બી.એ. ફાઈનાન્સ, માર્કેટિંગ, એચ.આર અને બી.કોમ. અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ટુ કોર્પોરેટનું આયોજનમાં ANK Solar TEAM, TRAMA POWER, 11ZA, DI SOLUTIONS, BITINFOTECH, HM SQUARE SOLUTION LLP જેવી કંપનીઓએ વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટ માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. જેમાં કુલ ૬૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે પૈકી ૨૭ વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ માટે કંપનીઓ દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. સમગ્ર પ્લેસમેન્ટ પ્રક્રિયાનું સંચાલન આચાર્ય શ્રી. ડૉ. મુકેશભાઈ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ કો-ઓર્ડીનેટર પ્રા. સોયેબ મેમણ, ડૉ.વિશ્વનાથ બોરસે, ડૉ. વિશાલ પંડ્યા અને પ્રા. રાકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જીવન જ્યોત ટ્રસ્ટ અને સ્ટાફ પસંદગી પામેલા ઉમેદવારોને કોર્પોરેટ જગતમાં તેમની ઉજ્જવળ કારકિર્દી માટે અભિનંદન પાઠવેલ છે.